મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાછળ આવેલ પડતર મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની ૮ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે કાલિકા પ્લોટમાં રહેતો ભુપેન્દ્ર વાઘેલા પોતાના રહેણાંક પાસે આવેલ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી માલ્ટા ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પડતર મકાનના છતના છજામાં વિદેશી દારૂની આઠ બોટલ કિ.રૂ.૫,૫૬૮/-મળી આવી હતી, દરોડા દરમિયાન આરોપી ભુપેન્દ્ર જયશુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાસે વાળો હાજર નહીં મળતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.