પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ તા. ૨૩/૧૨ના રોજ રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીટી-૮૭૨૧ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી સામેથી આવતા મૃતક હરેશ ઠુંગાના મોટર સાયકલ હીરો સ્પલેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એડી-૬૫૬૮વાળાને સામેથી ઠોકર મારી હડફેટે લેતા મોટર સાયકલ ચાલક ટ્રક સાથે અથડાયો હતી, જેથી મોટર સાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે મૃતકની ફરિયાદના આધારે આરોપી ટ્રક ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.