મોરબીમાં ગઈકાલ તા.૨૪/૧૨ના રોજ મોરબી શહેર તથા ગ્રામ્યમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ૯૫ વર્ષીય વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબીના વાવડી રોડ સ્થિત ઉમિયા પાર્કમાં નિસર્ગ એપાર્ટમેન્ટ ૨૦૧માં રહેતા પ્રભુદાસભાઇ હકુભાઇ સોંલકી ઉવ.૯૫ ગઈકાલે પોતાના ઘરે હોય તે દરમિયાન તેમણે હાર્ટ એટેક આવતા સારવાર માટે તેઓને તેમના પરિવારજનો મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી પ્રભુદાસભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસે મૃતકના પુત્ર બાબુલાલ સોલંકી પાસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેશર બાગમાં અંદર બાંકડા ઉપર બેઠેલ જસ્મીનભાઇ જયતીભાઇ કાલરીયા ઉવ.૪૦ રહે.હાલ મોરબી મુળરહે.મોટી મારડ તા.ધોરાજી જી. રાજકોટવાળા કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારે બનાવ અંગે પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃતદેહનું પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી ક્યાં કારણોસર મૃત્યુ નીપજ્યું તે સહિતની કામગીરી હાથ ધરી છે. હાલ બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ ઓલ્વિન સીરામીકની મજૂર ઓરડીમાં રહેતી ૨૦ વર્ષીય પરિણીતા રાનીબેન રાહુલભાઇ વણજારા ગઈકાલ તા. ૨૪/૧૨ ના રોજ વહેલી સવારે કુદરતી હાજતે સીરામીક બહાર ગયા હતા, જ્યાંથી વધારે સમય સુધી પરત ન ફરતા તેમના પતિ સહિતના તેમની શોધ શરૂ કરી હતી, ત્યારે કુદરતી હાજત જવા સ્થળે પરિણીતા બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, પોલીસે મૃત્યુના બાબાવની તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક પરિણીતાના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, હાલ સંતાન ન હોય જે મુજબની પરિણીતાના પતિએ વિગતો આપી હતી, હાલ તાલુકા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની તજવીજ હાથ ધરી છે.