રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરના ચારેય ઝોનમાં ૩૧ ડિસેમ્બર તેમજ ટ્રાફિક અવરનેશ માટે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ચારેય ઝોનમાં થઈને કુલ ૨૦૦ રોકડ કેસમાં રૂ. ૭૪,૭૦૦ નો દંડ, ૪૫ ઇ ચલણ દ્વારા રૂ. ૩૧,૪૦૦/- નો દંડ સહિત ૨૪૫ કેસમાં કુલ રૂ. ૧,૦૬,૧૦૦ નો દંડ ફટકાર્યો હતો. જ્યારે કુલ ૧૧ વાહન ડીટેઇન કરાયા હતા તેમજ કુલ ૧૨૩ લોકોને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેર સિટી પોલીસ દ્વારા ૩૧ st ને લઇને તેમજ ટ્રાફિકના નિયમન માટે ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના દરેક ઝોનમાં ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ઉત્તરમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ૧૫ રોકડ કેસ કરી રૂ. ૩૭૦૦ દંડ, ૮ ઇ ચલણ દ્વારા ૪,૦૦૦/- દંડ સહિત ૨૩ કેસમાં ૭,૭૦૦/-, પૂર્વ વિભાગમાં અમૂલ સર્કલ અને સોરઠિયા વાડી સર્કલ ખાતે ૮૫ કેસ રોકડ કરી રૂ. ૩૬,૪૦૦/-, ૨૭ ઇ ચલણ દ્વારા ૧૪,૬૦૦/- મળી કુલ ૧૧૨ કેસમાં કુલ ૫૧,૦૦૦ દંડ ફટકાર્યો હતો.
જ્યારે બે વાહન ડીટેઇન અને ૬૪ ને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરવામાં આવ્યાં હતાં. દક્ષિણ વિભાગ કોટેચા ચોક, કોસ્મો ચોકડી અને ગુંડાવાડી પોલીસ ચોકી ચોક ખાતે કુલ ૪૯ કેસ રોકડ કરી રૂ. ૨૮,૫૦૦ દંડ, ૬ ઇ ચલણ દ્વારા ૭,૦૦૦/- દંડ સહિત ૫૫ કેસમાં ૨૫,૫૦૦/- જ્યારે ત્રણ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા અને ૧૫ ને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરાયા હતાં. તેમજ પશ્ચિમ વિભાગ કિશાનપરા ચોકા અને ઘંટેશ્વર ટી પોઇન્ટ ખાતે કુલ ૫૧ કેસ રોકડ કરી રૂ. ૧૬,૧૦૦ દંડ, ૪ ઇ ચલણ દ્વારા ૫,૮૦૦/- દંડ સહિત ૫૫ કેસમાં ૨૧,૯૦૦/- જ્યારે ૬ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા અને ૪૪ ને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરાયા હતાં. આમ, રાજકોટ શહેર પોલીસે કુલ ૨૦૦ રોકડ કેસમાં ૭૪,૭૦૦ નો દંડ, ૪૫ ઇ ચલણ દ્વારા ૩૧,૪૦૦/- નો દંડ સહિત ૨૪૫ કેસમાં કુલ ૧,૦૬,૧૦૦ નો દંડ ફટકાર્યો હતો. જ્યારે કુલ ૧૧ વાહન ડીટેઇન કરાયા હતા તેમજ કુલ ૧૨૩ લોકોને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરવામાં આવ્યા હતા.v