માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમ મોટર સાઈકલ દ્વારા રોડ પર સ્ટંટ કરી ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વાઇરલ થયેલ વીડિયોને આધારે ઇસમને પકડી માળીયા મીયાણા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામાં જોખમી રીતે વાહન ચલાવી પોતાની તથા બીજા માણસોની જીંદગી શારીરીક સલામતી જોખમાય તે રીતે વાહન ચલાવતા યુવકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંગે નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિસ્તારમાં મોટર સાઈકલ રોડ પર સ્ટંટ કરી ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઈશમની તપાસ કરવા સુચના આપી હતી. જે દરમ્યાન વિડીયોમાં દેખાતા ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ ધંધાણીયા નામનાં ઈસમને માળીયા મીયાણા પોલીસે શોધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.