Friday, January 3, 2025
HomeGujaratમોરબીના ધરમપુર ગામ નજીક ડમ્પર હડફેટે બાઇક ચાલક યુવકનું મૃત્યુ.

મોરબીના ધરમપુર ગામ નજીક ડમ્પર હડફેટે બાઇક ચાલક યુવકનું મૃત્યુ.

મોરબીના ધરમપુર ગામ નજીક ડમ્પર ચાલકે પોતાનું વાહન આગળ પાછળ જોયા વગર ચાલુ કરીને અચાનક રોડની વચ્ચે લઈ લેતા પાછળ આવતા બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પડી ગયો હોય, તે દરમિયાન ડમ્પરના ટાયરનો જોટ્ટો યુવક ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, રોડ અકસ્માતની ઘટનામાં પિતાએ તેના એકના એક પુત્ર અને ૬ વર્ષના પુત્રએ તેના પિતાને ગુમાવતા હતભાગી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો, હાલ મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ કામધેનુ પાર્ક મારુતિનંદન એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૧૦૩માં રહેતા મૂળ આમરણ (ડાયમંડનગર)ના વતની સંદીપભાઈ લાલજીભાઈ છગનભાઇ ગાંભવા ઉવ.૩૩ ગઈ તા.૨૫/૧૨ના રોજ રંગપર ગામ નજીક આવેલ વી ટાઇલ્સ સીરામીકના કારખાનાથી પરત પોતાના ઘરે હોન્ડા સાઈન મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૪૦૫૯ લઈને આવતા હોય ત્યારે રાત્રીના ૯.૪૫ વાગ્યાની આજુબાજુ મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી પસાર થતા હોય ત્યારે રોડની સાઈડમાં ઉભેલ ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૮૯૦૩ના ચાલકે આગળ પાછળ જોયા વગર પોતાનું ડમ્પર ચાલુ કરીને રોડની વચ્ચે લઈ લીધું હતું, ત્યારે અચાનક રોડની વચ્ચે આવેલ ડમ્પરે સંદીપભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લેતા સંદીપભાઈ રોડ ઉપર પડી ગયા હતા અને તે દરમિયાન ઉપરોક્ત ડમ્પરના ટાયરનો જોટ્ટો સંદીપભાઈને માથા અને છાતી ઉપર ફરી વળતા ગંભીર ઇજાઓને કારણે સંદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં મૃતક સંદીપભસીના પિતા લાલજીભાઈ છગનભાઇ ગાંભવા ઉવ.૫૯ દ્વારા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!