Sunday, January 5, 2025
HomeGujaratટંકારામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેવાયો

ટંકારામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેવાયો

મોરબી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ લગાડતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે ટંકારા કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ રોડ પરથી આરોપી અફઝલભાઇ ઇબ્રાહિમભાઇ માડકીયા પોતાના કબ્જામાં પ્રતિબંધીત ચાઇનીઝ નાઇલોન દોરી ગરેડી/ફીરકી નંગ-૫૮ કિ.રૂ. ૮૭૦૦/- ના મુદ્દામાલ સાથે નીકળતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ.સારડાના માર્ગદર્શન હેઠળ આવનાર મકરસંક્રાતીના તહેવાર અંતર્ગત મોરબી જીલ્લામાં કલેક્ટર મોરબી દ્વારા જાહેરનામાં હેઠળ પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢવા સુચના આપી હતી. જેના આધારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના ટંકારા કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ રોડ પરથી આરોપી અફઝલભાઇ ઇબ્રાહિમભાઇ માડકીયા પોતાના કબ્જામાં પ્રતિબંધીત ચાઇનીઝ નાઇલોન દોરીનો જથ્થો રાખી વેચાણ કરવાના ઇરાદે લઇને નીકળતા મળી આવતા નાઇલોન ચાઇનીઝ દોરીની ગરેડી/ફીરકી નંગ-૫૮ કિ.રૂ. ૮૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. તેમજ તેના વિરુધ્ધમા બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ-૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!