Sunday, January 5, 2025
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં ૭૯ વર્ષીય વૃદ્ધાની બંને કિડનીનું સફળ ઓપરેશન કરાયું

મોરબીની આયુષ હોસ્પિટલમાં ૭૯ વર્ષીય વૃદ્ધાની બંને કિડનીનું સફળ ઓપરેશન કરાયું

મોરબી શહેરની આયુષ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નવી ઉપલબ્ધિ નોંધાઈ છે, જેમાં લેપ્રોસ્કોપિક(દૂરબીન) પદ્ધતિ દ્વારા ૭૯ વર્ષના દર્દીનું ડાબી કિડનીમાં પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે યુરો સર્જન ર્ડો. કેયુર પટેલ દ્વારા ૭૯ વર્ષીય વૃદ્ધાનું બંને કિડનીના બે મુશ્કેલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાનાં મીઠીબેન રૂપાભાઇ સરવૈયા ઉમ્ર ૭૯ વર્ષ , જેમને ગંભીર ચેપ (ઇન્ફેકશન) લાગતા સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ કેયૂર પટેલ યુરો સર્જનને બતાવવા માટે આવેલ હતા ત્યારે રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓને ડાબી કિડનીમાં ૫ સેન્ટિમીટરની પથરી છે. ત્યાર બાદ આગળ વધુ રિપોર્ટ કરાવતા તેમની જમણી કિડની પણ ખરાબ થઈ ગઈ જે કામ કરતી બંધ થઈ ગઈ છે. આ સાથે દર્દીને અગાઉ બીપી ની તકલીફ હતી.

ત્યારે સમગ્ર ઓપરેશનની વિગતોમાં જણાવ્યા અનુસાર, સૌ પ્રથમ દર્દીને આઈ.સી.યુ માં દાખલ કરીને જે ખુબ જ વધારે ચેપ લાગી ગયેલ હતો તેને સ્ટેન્ટ મૂકી ક્લિયર કરાયું ત્યાર બાદ ડાબી કિડનીમાં જે ૫ સેન્ટિમીટરની પથરી હતી તેનું દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા ઓપરેશન કરાયું જેને PCNL કહેવાય છે. ૫ સેન્ટિમીટર જેવી મોટી પથારીમાં કાપો મૂકીને ઓપરેશન કરવું પડતું હોય છે પરંતુ ડૉ. કેયૂર પટેલ દ્વારા દૂરબીન વડે એક જ વારમાં પથરી કાઢી લેવાય અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયું હતું. જે બાદ ૩ અઠવાડીયા બાદ ફરીવાર દર્દીને દાખલ કરીને દૂરબીન દ્વારા જમણી કિડની જે કામ કરવાનું બંધ કરી દીધેલ હોય તેને કાઢી નાખવાનું ઓપરેશન કરાયું હતું. જે કિડનીને લેપ્રોસ્કોપિક નેફ્રેક્ટોમિ કેહવાય છે. જમણી બાજુની કિડની કામ કરતી બંધ થઇ ગઈ હતી તેનું કારણ એ હતું કે છેલ્લાં બે વર્ષથી ૨.૫ સેન્ટિમીટરની પથરી કિડનીની નળીમાં ફસાયેલ હતી અને દર્દીએ સમયસર સારવાર ન લેતાં કિડનીમાં ગંભીર ચેપ લાગી ગયો હતો. અત્યારે બંને ઓપરેશન બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તેમ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!