Sunday, January 5, 2025
HomeGujaratમોરબી:zudio કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વેપારી સાથે ૨૮ લાખની છેતરપિંડી

મોરબી:zudio કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વેપારી સાથે ૨૮ લાખની છેતરપિંડી

ત્રણ મોબાઇલ ધારક તથા બે બેંક ખાતા ધારક સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક વેપારીને ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી ઓનલાઇન રૂપિયા ૨૮ લાખથી વધુની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડીનો શિકાર કરવામાં આવ્યો છે, ત્યારે આજદિન સુધી વેપારીને ન ફ્રેન્ચાઇઝી મળી કે ન પોતે રોકાણ કરેલ રૂપિયા પરત મળ્યા જેથી હાલ ભોગ બનનાર વેપારી દ્વારા ત્રણ મોબાઇલ ધારક અને બે બેંક ખાતા ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર મોરબીના વાઘપરા શેરી નં.૬ માં રહેતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પુજારા ઉવ.૩૭ એ મોબાઇલ નંબર ૮૯૬૧૩૫૧૯૯૪, ૮૯૮૧૩૬૨૨૪૯, ૯૬૭૯૮૯૬૫૨૧ ના ધારક તથા CENTRAL BANK OF INDIA બેંક એકાઉન્ટ નંબર 5629903650, UCO BANK બેંક એકાઉન્ટ નંબર 6820110053614 ના ખાતા ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૯ સપ્ટે. થી તા.૨૩ ઓક્ટો. ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી ફરિયાદી હિરેનભાઈને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી, તેમનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીને અલગ અલગ તારીખે આરોપીઓના ઉપરોકત બેંક એકાઉન્ટમાં રૂ,૨૮,૦૩,૫૦૦/- નું રોકાણ કરાવી આરોપીઓએ આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી તથા રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે હાલ આરોપીઓ સામે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!