માળીયા(મી)ના ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગની કામગીરી દરમિયાન માળીયા(મી) ના ફતેપર ગામના ફારૂકભાઈ ફકીરમામદભાઈ રાઉમા ઉવ ૨૩ નામનો યુવક મોટર સાયકલ રજી.નં જીજે-૩૬-એમ-૯૨૦૦ ઉપર એક થેલીમાં વિદેશી દારૂની બે બોટલ લઈને નીકળેલ હોય ત્યારે માળીયા(મી) પોલીસે તેને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બે બોટલ મળી આવી હતી. જેથી તુરંત આરોપીની મોટર સાયકલ તથા વિદેશી દારૂ એમ કુલ કિ.રૂ.૫૧,૩૭૨/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.