Wednesday, January 8, 2025
HomeGujaratમિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસની પ્રસંશનીય કામગીરી:છેલ્લા ૧૬ વર્ષ દરમિયાન ગુમ...

મિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસની પ્રસંશનીય કામગીરી:છેલ્લા ૧૬ વર્ષ દરમિયાન ગુમ થયેલ ૫૬૮ લોકોને એક વર્ષમાં શોધી કાઢ્યા

વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા ૧૬ વર્ષ દરમિયાન ગુમ થયેલ ૫૬૮ બાળકો,બાળકી, મહિલા તેમજ પુરુષોને એક જ વર્ષમાં શોધી કાઢ્યા છે.વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧૬ વર્ષ દરમિયાન ગુમ તથા અપહરણ થયેલા સગીરવયના બાળકો/બાળકીઓ તેમજ વ્યકિતઓને શોધી ડાઢવા ‘Mission Milaap’ ની ઝુંબેશ હાથ ધરવામા આવી હતી.જેમાં ૨૦૦૮ થી ૨૦૨૪ દરમિયાન ગુમ થયેલ કે ખોવાયેલ બાળકો અને બાળકીઓ કુલ ૨૨૩ તથા સ્ત્રી-પુરૂષ ૩૪૫ મળી કુલ-૫૬૮ ઓને શોધી કાઢી પોતાના પરિવારજનોને મિલાપ કરાવી આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય ગાંધીનગર, પોલીસ મહાનિરીક્ષકથી પ્રેમવીર સિંહ સુરત વિભાગની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૧૬ વર્ષ દરમિયાન ગુમ તથા અપહરણ થયેલા સગીરવયના બાળકો/બાળકીઓ તેમજ વ્યકિતઓને શોધી ડાઢવા ‘Mission Milaap’ ની ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. જે અન્વયે જે તે સમયે દાખલ થયેલ ગુમ જાણવા જોગ તથા અપહરણના ગુનાઓના કેસ કાગળો, કેસ ડાયરીઓ તથા ખાટીયાન રજીસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોના જણાવેલ સરનામે તપાસ કરી સંપર્ક કરી નિવેદનો લઈ તપાસ કરતા ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ જેથી જિલ્લાના થાણા અધિકારીઓએ પોલીસ સ્ટેશન ખાતેથી ટીમ વર્ક કરી જે તે રાજય/જીલ્લા ખાતે તપાસ કરી ગામના સરપંચો, આગેવાનો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા વલસાડ જીલ્લા તેમજ ગુજરાત રાજય તથા અન્ય રાજયમાંથી સગીરવયના ગુમ અપહરણ થયેલ એક વર્ષમાં ૫૬૮ બાળકો/બાળકીઓ તેમજ પુખ્ત વયના વ્યકિતઓને શોધી કાઢીને એમના પરિવારજનો સાથે મીલાપ કરાવ્યું છે. જેમાં જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી ફકત એક વર્ષ દરમિયાન વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૪ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ ૨૨૩ તથા સ્ત્રી-પુરૂષ ૩૪૫ મળી કુલ-૫૬૮ ઓને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!