Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઘર વપરાશ અને મધ્યાહ્નન મિલેટ જાડા ધાનના ઉપયોગને પ્રોત્સાહન આપતી વાનગી બનાવાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય? વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં મિલેટ જાડા ધાનનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે મિલેટનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ મિલેટનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી.

જેમાં મહેન્દ્રનગર કન્યા શાળાના સંચાલક પન્નાબેન સુધાંશુભાઈ ઉંટવડીયાનો પ્રથમ નંબર, તેમજ લીલાબેન હરજીવનભાઈ શક્ત શનાળા કન્યા શાળાનો, દ્વીતીય નંબર ગોર ખીજડિયા શાળાના હેતલબેન મેસવાણીયા ત્રીજો નંબર પ્રાપ્ત થયો હતો. સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો,ઢોકળા, મસાલા રોટલો, બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા, બાજરાની ખીચડી, બાજરાની સુખડી, રાગીના ઉપમા વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા.

સ્પર્ધામાં મામલતદાર એમ.ટી.ધનવાણી કલ્પેશ.ડી.બુશા નાયબ મામલતદાર અને ખાખરીયા સાહેબ એમ.ડી.એમ.નાયબ મામલતદારની ઉપસ્થિતમાં વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, ઉમેશભાઈ પટેલ સી.આર.સી. કો.ઓર્ડીનેટર કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી.વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિટેશભાઈ તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા, બળવંતભાઈ સનારીયા, મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારો વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!