રાજકોટ શહેરના ગાંધીગ્રામ -૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાયબર વિભાગ ખાતે મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીનો ખોવાયેલ મોબાઇલ ફોન મળી આવતા તે પરત કરવાની અવેજીમાં રૂ.૧૦૦૦ ની માંગણી કરી હતી.જે ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી એ. સી.બી.ને ફરિયાદ કરી હતી.જેને લઇને એ.સી.બી. એ ટ્રેપ ગોઠવતા મહિલા કોન્સ્ટેબલ રૂ. ૧,૦૦૦ લાંચ ના લેતા છટકામાં પકડાય ગયા હતા. જેથી તેમને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરાઇ હતી.
જાગૃત નાગરિકનો મોબાઇલ ફોન ખોવાય જતા ફરીયાદી દ્રારા તે અંગે ગાંધીગ્રામ-ર, યુનિવર્સીટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં અરજી કરી હતી. જે ફરીયાદીનો ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન મળી જતા ફરીયાદીએ ગાંધીગ્રામ -૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનિતા બેન ઈશ્વરભાઈ વાઘેલાએ રૂબરૂ મળી પોતાનો ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન પરત લેવા માટે આક્ષેપિતે મોબાઇલ ફોન પરત આપવાના અવેજપેટે રૂા.૧,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરી હતી. જે રૂા.૧,૦૦૦/- મોબાઇલ ફોન લેવા આવે ત્યારે આપી જવાનું કહ્યું હતું. ત્યારે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ જતાં ટ્રેકિંગ પી.એ.દેકાવાડીયા પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તથા સ્ટાફ તેમજ સુપરવિઝન અધિકારી એ.સી.બી. રાજકોટ એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી