પોલીસે ગરમ-ઠંડો આથો તથા દેશી દારૂ, અન્ય સાધન સામગ્રી સહિત ૨૭,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં રેઇડ કરી ખરાબાની જમીનમાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો ૫૦ લીટર કિ.રૂ.૧૨૫૦, ઠંડોઆથો ૬૦૦લીટર કિ.રૂ.૧૫,૦૦૦ તથા ગરમ દેશી દારૂ લીટર ૧૦ કી.રૂ.૨૦૦૦ તથા ઠંડો દેશી દારૂ લીટર ૪૦ કી.રૂ.૮૦૦૦ તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૧૫૫૦ એમ મળી કુલ કીં.રૂ.૨૭,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આરોપી વિપુલભાઈ રાઘવભાઈ ડાભી રહે.માટેલ તા.વાંકાનેરવાળો હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી એવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.