સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે 13 મી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાએ ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન સંબંધિત પ્રશ્નો અંગે ક્વિઝમાં ગજેરા તુલજાએ પ્રથમ નંબર મેળવ્યો છે. જે બદલ શાળા પરિવાર દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા છે.
ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાએ ક્વિઝ સ્પધૉમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્વામી વિવેકાનંદના જીવન સંબંધિત પ્રશ્નો અંગે ક્વિઝમાં ગજેરા તુલજાએ પ્રથમ નંબર મેળવ્યો છે. રામ કૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે આયોજિત 13 મી ક્વિઝ સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ગજેરા તુલજાએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ ટ્રસ્ટ પરિવાર અને શાળા પરિવાર અભિનંદન દ્વારા અભીનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી છે.