હાલના મોંઘવારીના યુગમાં મહિલાઓ, વિધવાઓ તથા વૃધ્ધ-વિકલાંગોને જીવન જીવવામાં મુશકેલી ન વેઘવી પડે તે માટે સરકાર દ્વારા આવા લોકોને પેન્શન આપવામાં આવે છે. પરંતુ હાલ મોંઘવારી વધતા આપવામાં આવતી પેન્શનમાં જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બને તેમ હોય તેથી પેન્શનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે મોરબીના સામાજિક ક્રૉકારો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, સાંસદ, મોરબી જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્યોને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા કલેકટર, રાજકોટ-મોરબી સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સીહોરા-હળવદ-સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ, મોરબી-માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા હળવદ ધારાસભ્ય, પ્રકાશભાઈ વરમોરા તથા જીતુભાઈ સોમાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિધવા પેન્સનમાં આવી ભયંકર મોંઘવારીમાં ઘર સંસાર ૧૨૫૦/- રૂા. મા ન ચાલે જેથી તેમાં વધારો કરી માસીક રૂા. ૪૦૦૦/- વિધવા પેન્સનની તથા વૃધ્ધ અને વિકલાંગના ૧૦૦૦/- છે તેના ૨૫૦૦/- કરી નવા બજેટમા માંગણી મુકવા રજુઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સાંસદમા બીલ રજુ કરવા અવાજ ઉઠાવવાની છે. દરેક ગરીબ-વિધવાબેન-વૃધ્ધ, નિરાધાર-વિકલાંગ દરેકને પુરતુ પેન્સન મળે અને ટાઈમે મળે આ દરેકના આર્શીવાદથી મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા રજુઆત કરવામા આવી છે. વિકલાંગ-વિધવા અને નિરાધારનુ કોણ તો તેના સામુ જોવો તો આર્શીવાદ મળશે. બીજા રાજયમાં પેન્સન વધારો છે. તો ગુજરાતમા પણ પેન્સન વધારો કરવો દેશના વડાપ્રધાન નારી શકિક્તકરણ કરવા માગે છે. તો તેમા ગુજરાતની વિધવા-નિરાધાર-વિકલાગને પેન્સન વધારો કરો. આ અરજીને ઘ્યાન મા લઈ તાત્કાલીક ૨૦૨૫/૨૬ ના બજેટમા લાવી ઘ્યાને લેશો સુરદાસ, વિકલાંગને સમાજ સુરક્ષા વાળા એમ કહે છે બી.પી.એલ. હોય તો તમને પેન્સન મળે તો સુરદાસ અને વિકલાંગ કયાં કઢાવવા જાય બી.પી.એલ પ્રથા તો બંધ છે. તો સુરદાસ અને વિકલાંગોને બી.પી.એલ ન હોય તો પણ પેન્સન મળવુ જોઈએ. બી.પી.એલ. પ્રથાબંધ કરો આ મુદો સંસદમાં લેજો જે ગરીબો માટે આશારૂપ થાય. તેમ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું.