Thursday, January 9, 2025
HomeNewsમોરબીના ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ

મોરબીના ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ

મોરબીના ગોર ખીજડીયા ખાતે આવેલ અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, 15 વર્ષમાં મંગલમાં પ્રવેશ કરે છે. ત્યારે અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ. અંબારામ ભગત છે. જે અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાના વક્તા સંતશ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગોર ખીજડીયા ખાતે આવેલ અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ. અંબારામ ભગત છે. જે ગૌ શાળા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫ વર્ષમાં પ્રવેશ કરતા અલખઘણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે.આજે પોષ સુદ -૯ ને તારીખ 8- 1- 2025 ને બુધવારથી કથા પ્રારંભ થયો છે જે કથા પોષ વદ -૧ તા. 14-1-2025 મંગળવારના રોજ કથાનો વિરામ થશે. જેમાં સવારે 9:00 થી 11:30 બપોર 2:30 થી 5:00 વાગ્યે સુધી કથા કરવામાં આવશે. જે કથામાં આવતા પાવનકારી પ્રસંગો પોથીયાત્રા તા. 8-1-2025 બપોરે 2:00 વાગ્યે, તા. 9-1- ને ગુરૂવાર નંદ મહોત્સવ, તા. 10-1 ને શુક્રવાર રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, તા. 11-1 ને શનિવાર ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીર નો પાટ સંતવાણી, તા.12/1/25 ને રવિવાર રામદેવજી મહારાજ નો વિવાહ, તા. 13/01/25 ને સોમવાર રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતો ની કથા, તા.14/1 ને મંગળવારે કથાની પૂર્ણાહુતી કરવામાં આવશે. જે કથામાં આવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે. જે કથામાં આવવા માટે અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ વતી મુકેશ ભગતે આમંત્રણ પાઠવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!