Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં ડીઝલ લૂંટ કેસમાં એલસીબીને મળી મોટી સફળતા:ખૂંખાર સમા ગેંગના બે સભ્યો...

મોરબીમાં ડીઝલ લૂંટ કેસમાં એલસીબીને મળી મોટી સફળતા:ખૂંખાર સમા ગેંગના બે સભ્યો ઝડપાયા,ત્રણની શોધખોળ

ક્રાઇમ બ્રાંચ ટીમે ત્રણ વાહન, ૭૫૦ લીટર ડીઝલ, બે મોબાઇલ સહિત ૧૦.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબીના લાલપર પાસે ટ્રકના ડ્રાઈવરોને છરી બતાવી ચાર જેટલા ટ્રકમાંથી ૭૫૦ લીટર ડીઝલની ચોરી કરનાર કચ્છની ‘સમા ગેંગ’ના એક સાગરીત સહિત બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યા છે. જ્યારે ‘સમા ગેંગ’ ના અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પકડાયેલ બંને આરોપીઓ પાસેથી ૭૫૦ લીટર ડીઝલ, સ્કોર્પિયો, બોલેરો, ઇકો કાર, બે મોબાઇલ સહિત ૧૦.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર,

ગઇ તા.૦૭/૦૧ના રોજ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ફરીયાદી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા રાજકોટવાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગઇ તા.૦૨/૦૧ ના રાત્રીના આશરે ત્રણેક વાગ્યે મોરબી વાંકાનેર હાઇવે રોડ લાલપર ગામની સામે શ્રીહરી ચેમ્બર્સ ખાતે પોતાની વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા આશરે ૩૫-૪૦ વર્ષની ઉંમરના માણસો આવી પોતાની ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી ગયા હોય જેથી તેઓએ પ્રતિકાર કરતા આ અજાણ્યા માણસોએ છરી બતાવી ગાડીઓમાંથી આશરે ૫૫૦ લીટર ડીઝલની લુટ કરી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળાની ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ ડીઝલ કાઢી કુલ ડીઝલ લીટર-૭૫૦ કિ.રૂ.૬૭૫૦૦/- ની લુટ કરી નાશી ગયા અંગેની ફરીયાદ જાહેર કરતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ ની તજવીજ શરૂ કરી હતી.

ઉપરોક્ત લૂંટના ગંભીર ગુના મામલે આરોપીઓને પકડી લેવા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા. ત્યારે બનાવ સ્થળની આજુબાજુના સ્થળોએ લગાવવામાં આવેલ, સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. તે દરમિયાન ટેક્નીકલ, હયુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદાર માધ્યમથી હકિકત મળેલ કે, આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નં. જીજે-૧૨-સીજી-૨૨૧૮વાળીમાં મોરબી નઝરબાગ રોડ, રફાળેશ્વર ગામ જતા રસ્તા ઉપર આવેલ ઓમકેન કારખાના બહાર ઉભેલ હોવાની બાતમી મળેલ હોય જેથી તુરંત તે સ્થળે રેઇડ તપાસ કરતા આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા ઉવ-૩૦ રહે.નાનાદીનારા જામા મસ્જીદ પાસે, તા.જી.ભુજ કચ્છ તથા આરોપી શીવકુમાર હરીસિંગ કરણ ઉવ-૩૦ રહે. હાલ જુના મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી મુળ

રહે. ઓઝાગામ, તા.જી.ભીંડ મધ્યપ્રદેશવાળાની અટકાયત કરવામાં આવી છે. આ સાથે બંને આરોપીઓ પાસેથી કુલ ડીઝલ ૭૫૦ લીટર ડીઝલ કિ.રૂ.૬૭,૫૦૦/-, સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર- જીજે-૧૨-સીજી-૨૨૧૮ કિ.રૂ.૫ લાખ, સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-૦૩-એવી-૭૬૯૫ કિ.રૂ. ૩ લાખ, ગ્રે કલરની જુના જેવી મારૂતી ઇકો ગાડી નં. જીજે-૩૬-એસી-૨૩૮૦ કિ.રૂ.૨ લાખ, મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫૫૦૦/- આ સિવાય એક લોખંડની છરી કિ.રૂ.૫૦/-, ડીઝલ ભરવાના ખાલી પ્લા.ના કેરબા, ડીઝલ કાઢવાના ઉપયોગમાં લીધેલ પ્લા.ની પાઇપ મળી કુલ કિ.રૂ.૧૦,૭૪,૮૫૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પકડાયેલ બંને આરોપીઓ પૈકી આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા ઉવ-૩૦ વાળો કચ્છની કુખ્યાત સમા ગેંગનો સાગરીત હોય જેથી પોલીસની સઘન પૂછતાછમાં ગેંગના અન્ય ત્રણ આરોપીઓના નામની કબુલાત આપી હતી જેમાં આરોપી હનીફ ઓસમાણ સમા રહે.મોટાબાંધા તા.જી. ભુજ કચ્છ, અબુબકર રમજાનભાઇ સમા રહે. મોટા દીનારા તા.જી. ભુજ કચ્છ તથા મજીદભાઇ તૈયબભાઇ સમા રહે. નાના દીનારા તા.જી.ભુજ કચ્છવાળાના નામ ખુલતા તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે

આ સાથે પકડાયેલ તથા પકડવાના બાકી આરોપીઓ બહુ જબરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેમાં આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા કચ્છ જીલ્લાના પધ્ધર, માનકુવા, માધાપર, દુધઇ, મુંદ્રા તથા ગાંધીધામ શહેર બી ડીવી પો.સ્ટે.મળી કુલ-૧૧ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે, આરોપી મજીદભાઇ તૈયબભાઈ સમા કચ્છ જીલ્લાના પધ્ધર, મુંદ્રા, નલીયા, ખાવડા, માનકુવા, દુધઇ,ગાંધીધામ એ ડીવી પો.સ્ટે., ભુજ શહેર એ/બી ડીવી પો.સ્ટે. મળી કુલ-૧૪ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ રાપર ભચાઉ તથા સામખીયારી પો.સ્ટે.ના મળી કુલ-૩ ગુનાઓમાં વોન્ટેડ છે, આરોપી અબુબકર રમજાનભાઇ સમા કચ્છ જીલ્લાના પધ્ધર, માનકુવા, ભુજ શહેર એ/બી ડીવી પો.સ્ટે.માં મળી કુલ-૫ ગુનામાં પકડાયેલ છે. તથા સામખીયારી પો.સ્ટે.ના ગુનામાં વોન્ટેડ છે. તથા આરોપી હનીફ ઓસમાણ સમા કચ્છ જીલ્લાના ભચાઉ પો.સ્ટે.ના ગુનામાં પકડાયેલ છે.

વધુમાં કચ્છની સમા ગેંગના આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વાહનોમાં કચ્છમાંથી રાત્રીના સમયે આવી હાઇવે રોડ તથા હોટલોમાં પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટાંકીઓના ઢાંકણા પાના વડે તોડી ડીઝલ કાઢવાની તથા ટ્રકના ડ્રાઇવરો તેઓનો પ્રતિકાર કરે તો તેઓને છરીઓ બતાવી તેઓની ઉપર જીવલેણ હુમલો કરી લુટ / ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપવાની ટેવાવાળા છે. આમ કચ્છ જીલ્લાના અનેક ગુનાઓમાં પકડાયેલ કુખ્યાત સમા ગેંગના ડીઝલ ચોરી / લુટ આચરનાર આરોપીઓ પૈકીના બે આરોપીઓને પકડી લેવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રજા જોગ સંદેશ આપવામાં આવ્યો છે કે મોરબીના તમામ પ્રજાજનો, ટ્રાન્સપોર્ટરો તથા વાહનો ચાલકોએ રાત્રીના સમય દરમ્યાન પોતાના વાહનો સલામત જગ્યાએ સી.સી.ટી.વી.કેમેરા તથા સીકયુરીટી હેઠળ રાખવા અને જો કોઇ અજાણ્યા માણસો રાત્રીના સમયે વાહનની આજુબાજુમાં જોવામાં આવે તો સાવચેતી રાખી અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!