મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે નજરબાગ નજીક આવેલ સાયન્સ કોલેજ પાછળથી વિદેશી દારૂની ૪ બોટલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નજરબાગ નજીક સાયન્સ કોલેજ પાછળ મેલડી માતાજી મંદિરના ગ્રાઉન્ડ માં એક શખ્સ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તેને રોકી તલાસી લેતા પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૪ બોટલ કિ.રૂ.૨,૭૮૪/- મળી આવતા તુરંત આરોપી હરેશભાઇ મનસુખભાઇ મકવાણા ઉવ.૨૬ રહે.મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ગાંધી સોસાયટીવાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મોરબી-૨ જવાહર સોસાયટીમાં રહેતા વિજયભાઈ શિવાભાઈ મકવાણા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત આપી હતી, જેથી આરોપી વિજય મકવાણાને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.