હળવદ પોલીસે વિદેશી દારૂની ૩ બોટલ, બાઇક સહિત રૂ.૨૬,૫૭૧/- નો મુદ્દામાલ કબ્જે લીધો
હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે જુના દેવળીયા ગામે રેઇડ કરી હતી. જેમાં આરોપી પોલીસને દૂરથી આવતી જોઈ અંધારામાં ઓગળી ગયો હતો, ત્યારે પોલીસે બાઇક સાથે વિદેશી દારૂની ત્રણ બોટલ કિ.રૂ.૨૬,૫૭૧/-નો મુદ્દામાલ પકડી લઈ આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે જુના દેવળીયા ગામે સ્કૂલ પાસે કલ્પેશ પટેલ બાઇક ઉપર વિદેશી દારૂની બોટલ રાખી વેચાણ કરતો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે જુના દેવળીયા ગામે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ કફલાને દૂરથી આવતા જોઈ આરોપી બાઇક રેઢું મૂકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તેમજ તેમાં રહેલ થેલીની તલાસી લેતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩ બોટલ કિ.રૂ.૧,૫૭૧/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી કલ્પેશ જયંતીભાઈ પટેલ રહે. જુના દેવળીયા તા.હળવદ વાળાને ફરાર દર્શાવી બાઇક સહિત રૂ.૨૬,૫૭૧/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.