છ યુવકો પૈકી ૩ ઇજાગ્રસ્ત, પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો
વાંકાનેરમાં મિત્ર સાથે થયેલ ઝઘડામાં બસ સ્ટેન્ડમાં વાતચીત કરવા ગયેલ યુવકો ઉપર અચાનક છરીથી હુમલો કરી છ પૈકી બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોને છરી મારી દેતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ઇજાગ્રસ્ત યુવક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સમક્ષ કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા વિરપાલસિંહ જગદિશસિંહ નારૂભા ઝાલા ઉવ.૧૯ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ક્રિશભાઇ વિંઝવાડીયા તથા કરણભાઇ વિંઝવાડીયા રહે.બન્ને માટેલ ગામ તા.વાંકાનેર તથા અજાણ્યા ત્રણ છોકરા સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદીના મિત્ર પૃથ્વીરાજસિંહ ઝાલાને આરોપીની સાથે અગાઉ બોલાચલી ઝઘડો થયેલ હોય જેથી ફરીયાદી વિરપાલસિંહ તથા સાહેદો ગઈ તા.૦૮/૦૧ના રોજ આરોપીઓ સાથે વાતચીત કરવા વાંકાનેરના બસસ્ટેન્ડમાં ગયા હતા. જ્યાં આરોપી ક્રિશ વીંજવાડીયાએ બોલાચાલી ઝઘડો કરી આરોપી કરણ એ છરી વડે વિરપાલસિંહને ડાબા હાથે કાંડાના ભાગે તેમજ સાહેદ તેમના ભાઈ રાજદિપસિંહને માથાના ભાગે તથા સાહેદ ભવ્યદિપસિંહને આંગળીના ભાગે ઘા મારી સામાન્ય ઈજા પહોચાડી અન્ય આરોપીઓએ વિરપાલસિંહ તથા સાહેદો સાથે બોલાચાલી ઝઘડો કરી ગુન્હામા એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ની તજવીજ શરૂ કરી છે.