Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના પાંચ દ્વારકા ગામ નજીક બોલેરો હડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિ...

વાંકાનેરના પાંચ દ્વારકા ગામ નજીક બોલેરો હડફેટે મોટર સાયકલ સવાર બે વ્યક્તિ ઘાયલ

હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના બોર્ડથી વાંકાનેર તરફ વાંકાનેર મીતાણા રોડ ઉપર બોલેરો યુટીલિટી જેવા વાહનના ચાલકે પોતાની કાર બેફામ સ્પીડે ચલાવી સામેથી આવતા મોટર સાયકલને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલક તથા પાછળ બેઠેલ વ્યક્તિ એમ બંનેને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના મિતાણા પ્રભુનગર પાણીના ટાંકા પાસે પડધરી રોડ ઉપર રહેતા મહેશભાઇ ગોરધનભાઇ પારઘી ઉવ.૪૩ ગઈ તા. ૦૩/૦૧ના રોજ પોતાના સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-ઈજે-૭૮૪૭ લઈને ડબલ સવારી જતા હોય ત્યારે વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના બોર્ડથી વાંકાનેર તરફ વાંકાનેર મીતાણા રોડ ઉપર સામેથી અજાણ્યા ફોરવ્હીલ બોલેરો/યુટીલીટી જેવુ સફેદ કલરના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના મોટર સાયકલને અડફેટે લઇ અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં મહેશભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ તેમજ મોટર સાયકલની પાછળની સીટમાં બેઠેલ સાહેદને જમણા પગના તળીયે ઇજા પહોંચી હતી તેમજ મોટર સાયકલમાં નુકસાની પહોંચાડી આરોપી પોતાનું વાહન સ્થળ પરથી લઇ જઇ નાસી ગયો હોય, હાલ ઇજાગ્રસ્ત મહેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!