રાષ્ટ્રીય માર્ગ સલામતી સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા અલગ અલગ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો તથા સેમીનાર યોજવામાં આવી રહ્યા છે.આજે પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજવામાં આવ્યો હતો.
માર્ગ સલામતી માસ 2025 અન્વયે આરટીઓ કચેરી મોરબી ટ્રાફિક પોલીસ અને 108 દ્વારા પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હિટ એન્ડ સ્કીમ તેમજ ગુડ સેમરિટર્ન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 108 દ્વારા અકસ્માતના સમયે કઈ રીતે મદદ કરવી તેમ જ cpr કઈ રીતે આપવો તે બાબતે સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર આર. કે. રાવલ અને ટ્રાફિક પી.એસ.આઇ ડી. બી. ઠક્કર હાજર રહેલા હતા.