મોરબીના નીચી માંડલ ગામે રહેતા સુભાષભાઇ પ્રભુભાઇ નીનામા ઉવ.૧૫ નામનો સગીર ગઈકાલ તા.૧૦/૦૧ ના રોજ બપોરના ૧૨/૦૦ વાગ્યાની આસપાસમાં નીચી માંડલ નજીક આવેલ શ્યામ કંપની બાજુમાં નર્મદા કેનાલ પાસે કુદરતી હાજતે ગયો હતો જ્યાં પગ લપસતા કેનાલના પાણીમાં પડી જતા ડુબી ગયો હતો. ત્યારે સગીરને મરણ ગઈ હાલતમાં પાણીની બહાર કાઢી બાબુભાઇ મોહનભાઇ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.