મોરબી-૨ ઉમિયાનગર સીરામીક સીટી પાછળ મકાનની છત ભરતી વેળા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના મિયાટી ગામના વતની પપ્પુ બહાદુરભાઇ ભુરીયા ઉવ.૩૧ ગઈ તા.૨૪/૧૨ના રોજ ઊંચાઈથી નીચે પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્તને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તા.૨૯/૧૨ના રોજ સારવાર દરમિયાન શ્રમિક મૃત્યુ પામતા પત્ની સહિતના પરિવારજનો વતનમાં મરણજનારની લાશ પી.એમ.કરાવવા થાના-થાંદલા જી.જાબુઆ મધ્યપ્રદેશ ખાતે લઇ ગયા હતા, ત્યારે મૃત્યુના બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા થયેલ કાગળો મોરબી પોલીસ મથકમાં આવતા હાલ બી ડિવિઝન પોલીસે અ. મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.