મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ અને શ્રીમતી નલીનીબેન જી. મહેતા હાઈસ્કૂલમાં ફાયર ટ્રેનીંગ દ્વારા અગ્નિસુરક્ષા માટે પ્રાથમિક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. સ્ટાફ અને વિદ્યાર્થીઓને અણબનાવ દરમિયાન સેફ્ટી માટે જરૂરી કૌશલ્ય અને ૧૦૧ કંટ્રોલરૂમનો સંપર્ક કરવાની પ્રક્રિયા શીખવવામાં આવી હતી.
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ, હાઉસિંગબોર્ડ અને શ્રીમતી નલીનીબેન જી. મહેતા હાઈસ્કૂલ નજરબાગ રેલ્વે સ્ટેશન બાજુમાં ખાતે અગ્નિસુરક્ષા માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કોઇપણ અણબનાવની સ્થિતિમાં પહેલા સેફ્ટીનું ધ્યાન રાખીને યોગ્ય પગલાં લેવાની પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ શીખવવામાં આવ્યા હતા જેમાં અગ્નિસામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, ફાયર સમયે શું કરવું અને શું ના કરવું, આગની ઘટનામાં સેફ્ટીના પગલાં તેમજ ૧૦૧ કંટ્રોલરૂમનો સંપર્ક કેવી રીતે કરવો જે બાબતે માહિતી આપવામાં આવી હતી. વધુમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો ૨૪ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ છે પણ કોઈ બનાવ બને તો હાજર રહેલ સ્ટાફ કે વિદ્યાર્થી અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હશે તો ફાયર ટીમ પહોંચે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે જેવી બાબતો અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.