ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી 22 જાન્યુઆરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિતના અરજદારોના કોઈપણ સામુહિક કે કચેરી લગત પ્રશ્ન સબંધિત ખાતાના અધિકારી અને નાયબ કલેકટર અથવા મામલતદાર સાંભળશે તેમ યાદીમાં જણાવાયું છે.
મુખ્ય મંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી મહિનામાં અરજદારો માટે અરજી કરવા તાકીદ કરી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પશ્ર્ન માટે જીલ્લા કક્ષાએ કે ઉચ્ચ અધિકારીઓ પાસે જવુ ન પડે તે માટે પ્રત્યેક માસના 1 થી 10 તારીખ સુધી ગામના તલાટી કમ મંત્રી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે વિષય સાથે તાલુકા ફરીયાદ નિવારણ એમ લખી અરજી આપવાની રહશે. અગાઉ કરેલ રજુઆત કે અરજી તથા કોઈ પણ વિભાગ નો પશ્ર્ન હોય તો તે લગત વિભાગનો ઉલ્લેખ કરી કરવાનો રહશે આ કાર્યક્રમ નો દરેક લગત તાલુકા વાસીએ લાભ લેવા ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પી એન ગોરની યાદીમાં જણાવાયું છે.