માળિયા તાલુકામાં કુલ રૂ.૨.૩૯ કરોડના ખર્ચે વિવિધ ૯ ગામોના તળાવો લિન્ક કરવામાં કામો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા રૂ. 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા રૂ. 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ રૂ. 70.51 લાખ તેમજ મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના રૂ. 18.95 લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
માળીયા તાલુકામાં રૂ. 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર કરવામાં આવ્યા છે. સિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઝુંબેશ રંગ લાવી રહી છે. માળિયા તાલુકામાં કુલ રૂ. 230.04 લાખ એટલે કે રૂ. 2.30 કરોડના ખર્ચે વિવિધ 4 આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા રૂ. 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા રૂ. 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ રૂ. 70.51 લાખ તેમજ મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના રૂ. 18.95 લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી તમામ 9 ગામોમાં આનંદ વ્યાપી ગયો છે. જે તળાવો લિંક થવાથી સિંચાઈ તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે તેમ પણ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ જણાવ્યું છે.