મકર સંક્રાતિના તહેવારને લઇને જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ બચાવવા તેમજ લોકો દોરીથી બચી શકે તે માટે જાગૃત કરવામાં આવ્યા છે.તેમજ ધાયલ પક્ષીઓની સારવાર માટે ઇમરજન્સી નંબર 75748 68886,75748 85747 પર સંપર્ક કરી અબોલ જીવોને બચાવવા અપીલ કરાઈ છે.તેમજ લોકોએ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર કે રૂમાલ બાંધવા અપીલ કરાઇ છે. જેથી અકસ્માતમાં બનાવીને અટકાવી શકાય.
મકર સંક્રાતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ પતંગ દોરીના કારણે પક્ષીઓ ઘવાય જવાની તેમજ ચાલુ વાહન દરમિયાન ગળાના ભાગે દોરી લાગવાના બનાવો સામે આવી રહયા છે.ત્યારે પક્ષીઓને બચાવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર કર્તવ્ય એનિમલ હેલ્પલાઇન દ્વારા ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ઇમરજન્સી નંબર 75748 68886, 75748 85747 પર સંપર્ક કરી અબોલ જીવોને બચાવવા અપીલ કરાઈ છે.તેમજ પાંચ દિવસ દરમિયાન પોતાના બાળકોને વાહનના આગળના ભાવે નહિ બેસાડવા અપીલ કરાઇ છે.તેમજ બાઈક કે એક્ટિવા ધીમે ચલાવવું જેથી પતંગ દોરીથી બચી શકાય તે ઉપરાંત ગળાના ભાગે મફલર કે રૂમાલ બાંધવી જોઈએ જેથી દોરી ગળાના ભાગને કાપી ન શકે.તેમજ દરેક લોકોને જાગૃત કરવા અપીલ કરાઇ છે.