સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાની વાર્ષિક સાધારણ સભા તા. 10/01/2025 ના રોજ સાંજે યોજાઇ હતી. જેમાં સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાની વાર્ષિક સાધારણ સભા તા.10/01/2025ના રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે યોજાઇ હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી જિલ્લાની કારોબારીમાં મોરબી જિલ્લાના હોદેદારો તરીકે પ્રમુખ તરીકે નિલેશભાઈ કુંડારીયા, મંત્રી તરીકે હર્ષદભાઈ કાવર અને ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ સરસાવાડીયા અને દિલીપભાઈ ગઢિયાની તેમજ મોરબી તાલુકાના પ્રમુખ તરીકે જીતુભાઈ વડસોલા, ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, હળવદ તાલુકાના પ્રમુખ તરીકે ગીરીશભાઈ લકુમ અને વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે ઇદ્રીશભાઈ બાદીની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે.તેમજ જતીનભાઈ ભરાડે વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તાર થી વાત કરી હતી. તેમજ નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ કુંડારિયાનો આભાર માની મંડળને વફાદાર રહેવાની ખાતરી આપી હતી. તેમજ પૂર્વ પ્રમુખ મનોજભાઈએ તેના કાર્યકાળમાં થયેલા કામની વાત કરી હતી. નવી કારોબારીને તમામ પ્રકારના સાથ સહકાર આપવાની વાત કરી હતી. તેમજ મંત્રી હર્ષદભાઈ કાવરે સંગઠન સાથે રાખી વિશ્વાસ પૂર્વક કાર્ય કરવાની ખાતરી આપી હતી. જેના સ્વાગત ઉદ્બોધન બાદી સાહેબે કર્યું હતું. જ્યારે આભારવિધિ ગીરીશભાઈ લકુમે કરી હતી.