મકરસંક્રાંતિનો પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર પતંગોના સ્ટોલ જોવાં મળે છે પરંતુ તમારી પતંગની મજા કોઈનાં માટે સજા ન બને તે માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઈનીઝ દોરા અને તુક્કલ,ગ્લાસ કોટેડ (કાચ પાયેલા) દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી કરીને ગુજરાત રાજ્યની પોલીસ દ્વારા જનજાગૃતિ માટે અભિયાન ચલાવી આવી દોરી વેચાણ કે ઉપયોગ કરતા સામે કાર્યવાહી કરવા સતર્ક બની છે જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે જેમાં આપની આસપાસ ચાઇનીઝ દોરા કે તુક્કલ કે કાંચ પાયેલા દોરા નું ઉત્પાદન,વેચાણ કે ઉપયોગ કરતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અથવા પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને 112 પર જાણકારી આપવા માટે મોરબી જિલ્લા પોલીસ તેમજ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.