મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ ઉપર ઉમા કટીંગ ઝોન કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેન્દ્રી દાદોલી નિમચના રહેવાસી અનિલભાઈ ગોપાલભાઈ ઉ.૩૦ એ ગઈકાલ તા.૧૧ જાન્યુઆરીના રોજ ઉપરોક્ત ઉમા કટીંગ ઝોન કારખાનાની મજૂર ઓરડીમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ત્યારે ઉપરોક્ત આત્મહત્યાના બનાવમાં મૃતક અનિલભાઈના મોટાભાઈ શિવલાલભાઈ ગોપાલભાઈ પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી હતી જેમાં મૃતક અનિલભાઈને તેની પત્ની સાથે નાની-નાની બાબતે બોલાચાલી તથા ઝઘડા થતા હોય જે બાબતે મૃતકની મનોમન લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.