મોરબીની જાણીતી યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં લક્કી ડ્રો સહિતની ખોટી જાહેરાત કરી ચાલી રહેલ ફ્રોડ અંગે સંચાલકે સ્પષ્ટતા કરી છે. અને આ છેતરપિંડીનો ભોગ ન બનાવ લોકોને અપીલ કરી છે.
મોરબીમાં યદુનંદન ગૌશાળાના નામે છેતરપિંડી કરવા ગઠીયાઓ સક્રિય થતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે. મોરબીની પ્રતિષ્ઠિત યદુનંદન ગૌશાળાના નામે ગઠિયાઓ દ્વારા સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા લકી ડ્રો ના ઇનામોની જાહેરાત સાથે પોસ્ટર સોશિયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે ગૌશાળાના સંચાલક દ્વારા ખુલાસો અપાયો છે. અને તેઓએ જણાવ્યું છે કે, શ્રી યદુનંદન ગૌશાળા આ રીતે ફાળો એકત્ર કરતી નથી. આ પ્રકારના કોઈ સ્ટોલ કે સ્કીમ શ્રી યદુંનંદન ગૌશાળા મોરબી દ્વારા યોજવામાં આવતી નથી.