Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેર:કારમાં જોખમી સ્ટંટ કરતા એકને દબોચી લેવાયો

વાંકાનેર:કારમાં જોખમી સ્ટંટ કરતા એકને દબોચી લેવાયો

વાંકાનેર તાલુકા પોલીસે સ્ટંટબાઝ કાર ચાલક પાસે લાયસન્સ ન હોય જેથી તેની વિરુદ્ધ અલગથી ગુનો નોંધ્યો

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની ચોકડી નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાં જોખમી સ્ટંટ કરતા એક ઇસમની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

ઉપરોક્ત પકડાયેલ આરોપી મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર ઉવ.૨૬ રહે.જુના ઢુંવા તા. વાંકાનેર વાળો સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે૦૧-આરએલ-૧૨૫૪ વાળી કાર પુરપાટ ઝડપે ચલાવી કારનો ડ્રાઇવિંગ સાઈડનો દરવાજો ખોલી ચાલુ કારે કારના ટોપ ઉપર બેસીને જાહેર રસ્તા ઉપર પુરઝડપે અને બેફીકરાઇથી સ્ટંટ કરતા ચલાવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે તેમજ પોતાની સાથે ડ્રાઇવીંગ લાયસન્સ વગર ચલાવી નિકળતા આરોપીને ઝડપી લેઇ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!