Monday, January 13, 2025
HomeGujaratમોરબીની પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો માનસિક શારીરિક ત્રાસ:પતી,સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબીની પરિણીતાને પતિ સહિત સાસરિયાઓનો માનસિક શારીરિક ત્રાસ:પતી,સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

દીકરીના જન્મ અને અસાધ્ય બીમારી અંતર્ગત પરાણે અમદાવાદ ખાતે માવતરે મોકલી દેતા પતિ, સાસુ-સસરા વિરુદ્ધ ગુનો દાખલ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સાસરું ધરાવતી મૂળ અમદાવાદની દીકરીએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ પીડિત પરિણીતાના પતિ, સાસુ-સસરા એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર નંદનવન સોસાયટીમાં રહેતા મૂળ ભગવાનપુરા કપડવંજ જીલ્લો ખેડાના વતની આરોપી દિપસિંહ જુવાનસિંહ સોંલકી તથા તેમના માતા આરોપી મોનાબા જુવાનસિંહ સોંલકી તેમજ પિતા જુવાનસિંહ મંગળસિંહ સોલંકી બંનેરહે.ભગવાનપુરા કપડવંજ જીલ્લો ખેડા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અમદાવાદની વતની પીડિત પરિણીતાએ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે ઉપરોક્ત આરોપી પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં પીડિત પરિણીતાના વર્ષ ૨૦૧૫ માં ઉપરોક્ત આરોપી દિપસિંહ જુવાનસિંહ સોંલકી સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયા હોય ત્યારે લગ્નના પાંચ મહિના ઘર સંસાર બરાબર ચાલ્યા બાદ પીડિત પરિણીતાનો અસાધ્ય રોગનો રિપોર્ટ પોઝિટિવ આવતા તથા દીકરી આવેલ હોય તે બાબતે અવાર નવાર માનસિક દુઃખ ત્રાસ આપી તેમજ પરાણે રીસામણે મોકલી આપી બોલાચાલી તેમજ ઝગડો કરી માનસિક ત્રાસ આપતા હોય તેમજ ત્રણેય આરોપીઓએ ઉપરોક્ત ગુનામાં એકબીજાને મદદગારી કરતા હોય જે મુજબની ફરિયાદને આધારે પોલીસે હાલ આરોપી પતિ, સાસુ- સસરા એમ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!