કેફી પ્રવાહી પીધેલ હાલતમાં કાર ચલાવી અકસ્માત કરીને નાસી ગયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
હળવદના રાણેકપર ગામે નશાની હાલતમાં બેફામ કાર ચલાવી કાર ચાલકે આતંક મચાવ્યો હતો અને ગ્રામજનો સાથે પણ બેફામ વર્તન કર્યું હતું તેમજ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ કારનું અકસ્માત થતા કાર રેઢી મૂકીને નાસી ગયો હતો,ત્યારે બનાવ બાબતે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ટીમે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. ની ૩ બોટલ મળી આવી હતી, આ સાથે પોલીસે નાસી ગયેલ કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતો જયદીપભાઈ ડાભી પોતાના હવાલવાળી બ્લુ કલરની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૦૩૧૫માં વિદેશી દારૂ કિંગ્સ વોડકાની ૧૮૦મીલી.ની ત્રણ નંગ બોટલ કિ.રૂ.૩૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે સ્વીફ્ટ કારમાં હેરાફેરી કરીને કાર રેઢી મૂકીને નાસી ગયો હતો, જેથી પોલીસે આરોપી જયદીપભાઈ દિનેશભાઈ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.