મોરબી તાલુકાના મકનસર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેઈન હડફેટે આવેલ રીક્ષા ચાલક યુવકનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણને લીધે રીક્ષા ચાલક યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હોય, હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા દિનેશભાઇ સોમાભાઈ ચાવડા ઉવ.૩૫ નામનો યુવક રીક્ષા ડ્રાઇવીગ કરતો હોય રીક્ષા ડ્રાઇવીગની આવકથી ઘરનુ ગુજરાન બરોબર ચાલતું ન હોય અને સારી આવક મળી રહે તેવો કોઇ કામ ધંધો મળતો ન હોય તેથી આર્થિક સંકડામણમાં આવી જતાં આર્થિક સંકડામણની ચિંતા માનસીક તણાવમાં આવી જતાં આવેશમાં આવી જઇ ગઈ તા. ૧૧/૦૧ના રોજ દીનેશભાઈએ પોતે પોતાની જાતે આપઘાત કરવા મકનસર રેલ્વે ફાટક ઇલકેટ્રીક પોલ નંબર ૧૩/૧૮ થી ૧૩/૧૭ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ત્યારે ટ્રેઈન હડફેટમાં આવી જતાં દીનેશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન રાજકોટ સરકારી દવાખાનામાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર આપઘાતમાં મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.