Tuesday, January 14, 2025
HomeGujaratશ્રી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું

શ્રી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું

પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકર 300 મી જન્મ જયંતીની પ્રભાસ પાટણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી નિમિત્તે ગઈકાલે તા.12-1-2025 ને રવિવારે સવારે 10 વાગ્યે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી પ્રભાસ પાટણ મુકામે પુણ્ય શ્લોકા દેવી શ્રી અહલ્યા બાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા સંમેલનમાં સમગ્ર દેશમાંથી 500 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત-ગમત ,ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા વગેરે ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાગ્યેશ જહા-અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત્ત IAS અધિકારી હતા. તેમજ વિશેષ ઉસ્થિતિમાં કેપ્ટન ડૉ.મીરાબેન દવે – નિવૃત્ત શેના અધિકારી, પ્રીતિબેન પટેલ – શસ્ત્ર ઉદ્યોજક,રાજકોટ તથા મનીષાબેન કોઠેકર – પ્રાધ્યાપક આયુર્વેદિક કોલેજ નાગપુર હતા. આ કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ દીપ પ્રાગટ્ય લોકમાતા અહલ્યાબાઈજીની ડોક્યુમેન્ટરી દર્શન વક્તાઓ દ્વારા અહલ્યાબાઈ જીની જીવની વિશેની વાત કરવામાં આવી હતી. મુખ્ય વક્તા દ્વારા લોકમાતા પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના ગુણોનું દર્શન અને અત્યારના આધુનિક સમયમાં એની પ્રાસંગિકતા વિશે વાત કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવા શક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં ગૌ આધારિત વસ્તુઓનો વિતરણનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, સાથે સાથે લોક માતા અહલ્યાબાઈની જીવનીના પુસ્તકો અને અન્ય ઉપયોગી પુસ્તકો અને સાહિત્યનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો, સેલ્ફી પોઇન્ટ, પ્રદર્શનની વગેરેની ગોઠવણ થઈ હતી. ત્યારે કાર્યક્રમના અંતે ઉપસ્થિત બધા જ લોકોએ સાથે ભોજન પણ લીધું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!