મોરબીમાં રહેતા પરિવારની ૧૬ વર્ષીય પુત્રીનું લગ્નની લાલચે ભગાડી જનાર યુવક વિરુદ્ધ ભોગ બનનાર સગીરાના પિતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારને ઘરે અવાર નવાર કામ સબબ આવતા શખ્સ દ્વારા પરિવારની ૧૬ વર્ષની સગીર વય ધરાવતી પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી પરિવારના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી લઈ જનાર આરોપી ગૌતમ ડાંગર રહે.મોરબીવાળા વિરુદ્ધ ભોગ બનનારના પિતા દ્વારા ફરિયાદ નોંધાવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર તથા આરોપીની શોધખોળ શરૂ કરી છે.