સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમ પોતાનો મિજાજ પ્રગટ કરી માનવને ધ્રુજાવી રહી છે. ત્યારે ઉપર આભ નીચે ખુલ્લામાં ફૂટપાથ ઝુપડ પટ્ટીમાં વસવાટ કરતા રોડ રસ્તા પર રહેતા લોકોને ગરમ ધાબળા વિતરણ કરી માનવતાની મહેક પુરી પાડવા સેવકો દ્વારા પ્રયાસો જુદી જુદી રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે મોરબી ઇન્ડિયન લિયો ક્લબના બાળકો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ગરમ ધાબડાનું વિતરણ કરાયું હતું.
શિયાળાની હાડ થીજવતી ઠંડી સામે રક્ષણ મેળવવા મોરબી ઇન્ડિયન લીયો કલબના બાળકો દ્વારા ગરમ ધાબળાનું શ્રીહરી સ્કૂલ શેરી નંબર 12 લાતી પ્લોટ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ઇન્ડિયન લિયો એંજલબા સહદેવસિંહ ઝાલા, શ્રેયા પંડિત, પાર્શ્વ દેસાઈ, નિત્યા ઘોડાસરા, સૌમ્ય લીખીયાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટના દાતા ઇન્ડિયન લીયો સેક્રેટરી શ્રેયા ઘોડાસરા તથા નિત્યા ઘોડાસરા રહ્યા હતા. બાળકો દ્વારા આવી સુંદર ઉપયોગી પ્રવૃત્તિનું અનુદાન આપવા માટે શાળાના સંચાલક કેતનભાઇએ લિયો ક્લબ તેમજ લાયોનેસ ક્લબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.