વાંકાનેર સીટી પોલીસ ટીમ મકર સંક્રાતિ અનુસંધાને પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે બસ સ્ટેશન નજીક આરોગ્યનગર પાસેથી એક ઇસમને વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧૩ બોટલ સાથે સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર બસ સ્ટેશન પાસે ઉભેલ એક શખ્સના થેલામાં વિદેશી દારૂનો જથ્થો છે, જેથી તુરંત મળેલ બાતમીને આધારે સ્થળ ઉપર તપાસ કરતા એક ઈસમ થેલો લઈને ઉભો હોય જેથી તેને રોકી થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૩ નંગ શીલપેક બોટલ કિ.રૂ.૭,૮૭૮/-મળી આવી હતી આ સાથે આરોપી દીપાલ મુકેશભાઈ શંખેસરીયા ઉવ.૨૧ રહે. હરસિદ્ધ હોટલની બાજુના ડેલામાં વાંકાનેર વાળાની અટકાયત કરી તપાસની તજવીજ હાથ ધરી છે.