મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા શોભેશ્વર રોડ ઉપરથી અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂની કુલ ૭ બોટલ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.
જેમાં પ્રથમ કેસની મળતી વિગતો મુજબ, સામાકાંઠે શોભેશ્વર રોડ ઉઓર કુબેર ટોકીઝ નજીક વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૬ બોટલ કિ.રૂ.૩,૩૭૨/-સાથે આરોપી જગદીશભાઈ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા ઉવ.૨૬ રહે. મોરબી-૨ કુબેર ટોકીઝ પાછળ ઢાળ ઉપર મેઈન શેરીવાળાને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે વિદેશી દારૂના બીજા કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શોભેશ્વર રીડ ઇરોઝ કારખાનાના ગેટ સામેથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૯૫/- લઈને જાહેરમાં નીકળેલ આરોપી કલ્પેશ પ્રવીણભાઈ વરણીયા ઉવ.૨૧ રહે.મોરબી ત્રાજપરવાળાની અટકાયત કરવામાં આવી હતી.
આ સાથે બી ડિવિઝન પોલીસ ટીમે બંને આરોપીઓ પાસેથી વિદેશી દારૂની કુલ ૭ બોટલ કબ્જે લઈ બી ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.