રાજ્યમાં ઉત્તરાયણ પતંગની દોરીને કારણે અનેક માનવ અને પક્ષીઓ ને ઈજાઓ પહોંચી છે અને મોત થયાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે વાંકાનેરમાં પતંગની દોરીને કારણે શ્રમિક ના ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી અને દોરીને કારણે બાઈક અકસ્માતની ઘટના સામે આવી છે. વાંકાનેરમાં મહિકા ગામ પાસે બાઈક ચાલક શ્રમિકનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું. જો કે, શ્રમિકને તાત્કાલિક સારવાર આપવામાં આવતા શ્રમિકનો જીવ બચ્યો હતો.
વાંકાનેરમાં મહિકા ગામ પાસે બાઈક પાર જય રહેલ પારસિંગ મનજીભાઈ નામના શ્રમિકનાં ગળામાં અચાનક દોરી ફસાઈ હતી. દોરી ગળામાં ફસાઈ જતા શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી અને ચાલુ બાઈક પર આ રીતે ગળામાં દોરી ફસાઈ જતાં બાઈકનો પણ આઇશર સાથે અક્સ્માત સર્જાયો હતી.જેથી શ્રમિકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં શ્રમિકને સમયસર સારવાર મળી જતા સદ્દનસીબે યુવકનો જીવ બચ્યો હતો.