મોરબી જિલ્લો બન્યા બાદ એવું હતું કે ઘણા ફેરફારો આવશે પંરતુ ધૂણી ધૂણી ને રૂપો એવો માહોલ મોરબી ના જીલ્લા બન્યાના નાં એક દસકા બાદ પણ જોવા મળી રહ્યો છે.થોડા દિવસ નાટક કર્યા અને બાદમાં તંત્ર દ્વારા નાના દબાણોને દૂર કરી અને મોટું તીર મારી પોતાની જાતને બાદશાહ ગણાવતા અધિકારીઓ અમીરો અને વગદાર વ્યક્તિઓના દબાણો કેમ દૂર નથી કરતા?એ ગરીબો સવાલ કરી રહ્યા છ.મોરબી નવા આવેલા કમિશ્નર સાહેબ એ સમજી લેજો કે ગરીબોની હાય સારી નથી જો ખરેખર તટસ્થ રહેવા માંગતા હોય તો રોડ ની બંને સાઈડ ના દબાણો તોડવા જોઈએ આડેધડ નોટીસ વિના તમારા કર્મચારીઓ તમારા આદેશથી જે દબાણો તોડવા માંડ્યા છે અને સુપ્રીમ કોર્ટની છૂટ હોવાની જે ગરીબ માણસોને વાતો કરે છે તો કાયદાઓ તેના માટે પણ છે.નવા આવેલા કમિશ્નર સ્વપ્નિલ ખરે સાહેબ આપ સીધા આઇએએસ અધિકારી છો અને આપને સમજવું જોઈએ કે જો બાંધકામ તોડવું હોય તો બધાનું તોડવું જોઈએ એક ને ગોળ અને એક ને ખોળ આવી નીતિ થી શું સાબિત કરવા માંગો છો?
મોરબી શનાળા રોડ પર એક સાઈડ જ્યાં કાયદો કામ આવ્યો તો બીજી બાજુ એક મોટી કંપની અજંતા માલિક નો બંગલો પણ આપ સાહેબ જે કહો છો એમ જ રોડ થી નજીક જ આવેલ છે જેનો બગીચો અને મોટો હિસ્સો દબાણ માં છે ત્યાં જીસીબી નાં ટાયર કેમ અટકી ગયા ? કેમ ત્યાં કાયદો બદલી જાય છે રોડ ની બીજી બાજુ બીજો પરિપત્ર લાગુ પડે છે ? ગરીબ અમીર કરતા સત્ય શું છે અને સત્ય નો અમલ કંઈ રીતે કરાવવો એ આપ આઇ એ એસ અધિકારી છો સારી રીતે જાણો છો.આપની પાસે મોરબીવાસીઓને ખૂબ આશા છે આ આશા પર મહેરબાની કરી પાણી ના ફેરવશો હજુ આપને મોરબી ને જાણવા નું બાકી છે માટે બધું ગણિત સમજી વિચારી આગળ વધશો તો આપની કામગીરીની નોંધ પણ લેવાશે અને મોરબી મહાનગર પાલિકા નો ખરા અર્થ માં વિકાસ થશે કેમ કે સામાન્ય લોકો ને દબાવી કે ઓટા બેનર કાઢી વિકાસ નહિ થાય જો વિકાસ કરવો હશે તો બધા ને સરખી નજરે જોવા પડશે ત્યાર બાદ જ વિકાસની વ્યાખ્યા ખરા અર્થ માં સાર્થક થશે.