Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ થયો સંપન, તેજસ્વી તારલાઓનું કરાયું...

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ થયો સંપન, તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોર્મના વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત થયેલા અને બઢતી પામેલા કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કડવા પાટીદાર સમાજના આગેવાનોએ ઉપસ્થિત લોકોને સમાજમાં ફેલાયેલા દૂષણની ચર્ચા કરી હતી. તેમજ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બની કામ કરવા માટે ચર્ચા હતી..

- Advertisement -
- Advertisement -

મોરબીમાં તમામ સરકારી ખતાઓમાં ફરજ બજાવતા કડવા પાટીદારો માટેનું સંગઠન ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ યોજાયો હતો જે સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે. ત્યારે વર્ષ દરમ્યાન સમાજમાં થતી સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમના સભ્યો શ્રમદાન અને આર્થિક યોગદાન આપી એકબીજાને મદદ કરવાની ભાવનાથી કાર્ય કરે છે. આ સંગઠનનું વાર્ષિક અધિવેશન દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાયું હતું.જેમાં સમાજ શ્રેષ્ઠીઓ સમાજની સંસ્થાના આગેવાનો બેચરભાઈ હોથી, કે.વી.આદ્રોજા નરભેરામભાઈ શિરવી, નરશીભાઈ કાંજીયા, ડો.ભાવેશભાઈ જેતપરિયા દિનેશભાઈ વડસોલા, સંદીપભાઈ આદ્રોજા,અશ્વિનભાઈ એરણીયા પ્રમુખ ઉમિયા સર્વિસ કલાસ ફોરમ, હિતેશભાઈ ગોપાણી વગેરેની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં સમાજના દિનેશભાઈ વડસોલા, ડો.ભાવેશ જેતરિયા, હિતેશભાઈ ગોપાણી, ભાણજીભાઈ આદ્રોજા, બેચરભાઈ હોથી વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સમાજમાં વ્યાપેલા સાંપ્રત સામાજિક દુષણો પર ચર્ચા કરી હતી.

તેમજ સાથે મળી ઉત્તમ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બની કામ કરવાની ચર્ચા કરી હતી. જે કાર્યક્રમમાં ધોરણ દસથી પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમજ સર્વિસ દરમ્યાન બઢતી પ્રાપ્ત કરનાર અને નિવૃત થયેલ કર્મયોગીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શિલ્ડ અને સન્માનપત્રના કાયમી દાતા તરીકે સ્વ.ગોવિંદભાઈ એરણિયા અને ચંદુભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યાં હતાં. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ ઝાલરીયાએ કર્યું હતું. તેમજ દર્શન ફોરમના મંત્રી ઘનશ્યામભાઈ કુંડારીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જે કાર્યકમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા, શૈલેષભાઈ કાલરીયા, નરેન્દ્રભાઈ ઝાલરીયા, અશોકભાઈ વસિયાણી, રાજેશ મોકાસણા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી… .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!