રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા મોરબી જીલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત મોરબી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ અને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં ગત વર્ષના ગુનાઓની આંકડાકીય માહિતી તેમજ ડોગ સ્કવોડ,માઉન્ટેડ સ્કવોડ,બોમ્બ સ્કવોડ સહિતની ટીમોની મોકડ્રીલ યોજવામાં આવી હતી અને આ તમામ કામગીરીનું નિરીક્ષણ રેન્જ આઇજી દ્વારા કરવામાં આવ્યું હતુ.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ગઈકાલથી મોરબી જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન અર્થે મોરબી આવેલ છે જેમાં ગઈકાલે યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં મોરબી જીલ્લા પોલીસના અધિકારીઓ સાથે આવનાર ૨૦૨૫ માં પોલીસને પડકાર રૂપ ગંભીર ગુનાઓ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે સાયબર ક્રાઇમ અંગેના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી સાથે સાથે જીલ્લામાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા, મિલકત સંબંધી ગુનાઓ તથા શરીર સંબંધી ગુનાઓ માટેની વિશેષ ચર્ચા કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગેની સૂચનાઓ અપાઈ હતી. આ સિવાય મહિલાઓ અને બાળકો ઉપર અત્યાચારો અને તેના ઉપરના ગુનાઓ ન બને અને બને તો આરોપીઓ સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે જેવી તમામ બાબતે વિશેષ ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
તો બીજા દિવસે મોરબી પોલીસનાં મકનસર હેડક્વાર્ટર ખાતે પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ તેમજ મોરબી જીલ્લા.પોલીસના જવાનો જોડાયા હતા.આ.પરેડ દરમિયાન ડોગ સ્કવોડ,માઉન્ટેડ સ્કવોડ,બોમ્બ સ્કવોડ સહિતની ટીમોની મોકડ્રીલ યોજવામાં આવી હતી અને વિવિધ પરિસ્થિતિઓમાં પોલીસ ફોર્સ દ્વારા કઈ પ્રકારની કામગીરી કરાય તેમજ તે માટે કેવી તૈયારીઓ હોય તે આ તમામ કામગીરીનું નિરીક્ષણ રેન્જ આઇજી દ્વારા કરવામાં આવ્યું હતુ અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.