મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં વર્લી ફિચર્સના અલગ અલગ આંકડાનો એક ચીઠ્ઠીમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા ઉવ.૪૬ રહે.મોરબી ભવાની ચોકવાળાની રોકડા રૂ.૧,૪૫૦/-સાથે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.