મોરબી તાલુકાના સાપર ગામ નજીક તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે આલ્ફાન્સો કારખાના સામે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ઇસમને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ સિગ્નેચર પ્રીમિયમ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૯૬૭/- મળી આવી હતી જેથી આરોપી કિશોરભાઈ બચુભાઇ બડોધરા ઉવ.૨૯ રહે.હળવદ તાલુકાના જોગડ ગામવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે તાલુકા પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ કબ્જે લઈ તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.