મોરબીમાં લાતી પ્લોટ મેઈન રોડ ઉપર ફ્રુટના વેપારી સહિત બે વ્યક્તિઓ મોટર સાયકલ લઈને જતા હોય ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી સ્વીફ્ટ કારમાં આવેલ શખ્સે ધારીયા વડે બંનેને માર મારી ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ભારતપરામાં રહેતા જુબેરભાઈ ઉર્ફે બાબુડો મહેબૂબભાઈ માયક ઉવ.૨૫ અને સાહેદ ગઈકાલ તા.૧૬/૦૧ના રોજ મોટર સાયકલ ઉપર લાતીપ્લોટ મેઈન રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે આરોપી શાહરૂખ ઘાંચી રહે.મીલન પાર્ક વાવડી રોડ મોરબીવાળો સ્વીફ્ટ કારમાં સામે આવ્યો હતો, ત્યારે અગાઉ આ આરોપી સાથે સામુ જોવા બાબતે જુબેરભાઈને બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી પોતાના હવાલાવાળી સ્વીફટ ગાડી લઇ આવી તેમાથી લોખંડનુ ધારીયુ લઇ નીચે ઉતરી જુબેરભાઈ સાથે ગાળા ગાળી કરવા લાગ્યો હતો તેમજ તેની પાસે રહેલ લોખંડના ધારીયા વતી હુમલો કરી જુબેરભાઈને હાથના ખંભાના ભાગે ફેકચરની ગંભીર ઇજા પંહોચાડી તથા પીઠની પાછળના ભાગે મુંઢ ઇજા પંહોચાડી તથા સાહેદને ધારીયા વડે હાથે મુંઢ ઇજા પંહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ જુબેરભાઈએ આરોપી શાહરુખ ઘાંચી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.