Saturday, January 18, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના આઠ ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના આઠ ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે દરીયાઇ ટાપુઓને જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તેમજ કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ, ઘુષણખોરી કરવી કે સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય નહિ કરવું નહિ તેમજ ટાપુઓ પર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી, બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જિલ્લા કલેકટર દ્વારાજાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી, કર્મચારીઓને લાગુ પડશે નહીં. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને નીમવામાં આવ્યા છે. જે જાહેરનામુ તા.૨૦/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તેમ જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!